Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણા અને સાબરકાંઠામાં કોરોના વાઈરસના શંકાસ્પદ કેસથી તંત્ર એલર્ટ

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરે હવે ભારતમાં પણ ફફડાટ ફેલાવ્યો છે. કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો પોઝિટિવિ કેસ મળી આવતા ખળભળાટ મચ્યો છે અને તાકિદે ઈમરજન્સી લાગુ કરાઈ છે. આ બાજુ ગુજરાતમાં પણ કોરોના વાયરસના મહેસાણા અને સાબરકાંઠામાં શંકાસ્પદ કેસ જોવા મળતા તંત્ર સાબદુ બન્યું છે. 

મહેસાણા અને સાબરકાંઠામાં કોરોના વાઈરસના શંકાસ્પદ કેસથી તંત્ર એલર્ટ

તેજસ દવે(મહેસાણા), ઝી મીડિયા બ્યુરો (સાબરકાંઠા): ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરે હવે ભારતમાં પણ ફફડાટ ફેલાવ્યો છે. કેરળમાં કોરોના વાયરસનો ત્રીજો પોઝિટિવિ કેસ મળી આવતા ખળભળાટ મચ્યો છે અને તાકિદે ઈમરજન્સી લાગુ કરાઈ છે. આ બાજુ ગુજરાતમાં પણ કોરોના વાયરસના મહેસાણા અને સાબરકાંઠામાં શંકાસ્પદ કેસ જોવા મળતા તંત્ર સાબદુ બન્યું છે. 

મળતી માહિતી મુજબ 13 જાન્યુઆરીના રોજ મહેસાણાની વિદ્યાર્થીની ચીનથી માદરે વતન પરત ફરી હતી. વિદ્યાર્થીનીને સ્ક્રિનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતા સિવિલમાં ખસેડાઈ છે. હાલ આ વિદ્યાર્થીનીને સિવિલમાં બનેલા આઈસોલેશન વોર્ડમાં ખસેડાઈ છે. 

આ બાજુ સાબરકાંઠામાં પણ બે શંકાસ્પદ કેસ સામે આવ્યાંછે. જીલ્લામાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા બંને વ્યક્તિઓને હિંમતનગર સિવિલ આઈસોલેશન વોર્ડમાં ભરતી કરાયા છે. ચીનથી આવેલા બે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બંને જણાને હાલ હોબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More